પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



આપણે આપણી સ્થિતિનો વિચાર કરી લીધો. માલિકોની સ્થિતિ વિચારવાનું કામ અઘરૂં છે.

મજુરોની પ્રવૃત્તિનાં બે પરિણામ આવી શકે:
૧ મજુરોને ૩૫ ટકા વધારો મળે.
૨ મજુરોને વધારો મળ્યા વિના કામે ચઢવું પડે.

મજુરોને વધારો મળે તો તેઓનું કલ્યાણ થાય અને માલિકોને જશ મળે. મજુરોને વધારા વિના કામે ચઢવું પડે તો મજુરો શૌર્યહીન થઇ ગુલામની સ્થિતિમાં માલિકોના હાથમાં જાય. એટલે મજુરોને વધારો મળવાથી બંને પક્ષને લાભ છે. મજુરોના હારવામાં મજુરોને તો ભારે હાનિ છે.

માલિકોની પ્રવૃત્તિનાં પરિણામ પણ બે આવી શકે:
૧ માલિકો મજુરોને વધારો આપે.
૨ માલિકો મજુરોને વધારો ન આપે.

માલિકો મજુરોને વધારો આપે તો મજુરોને સંતોષ થાય, તેઓને ઈન્સાફ મળે. માલિકોને ડર છે કે મજુરોને માગ્યું આપવાથી મજુરો ઉદ્ધત બને. આ ડર પાયા વિનાનો છે. મજુરો કદાચ આજે દબાય તોપણ પાતાનો લાગ શોધી ઉદ્ધત બને એ અસંભવિત નથી. દબાયલા મજુરો વેરભાવ રાખે એવો પણ સંભવ છે. દુનીયાની તવારીખ બતાવે છે કે મજુરો જ્યાં જ્યાં દબાયા છે. ત્યાં ત્યાં તેઓ લાગ મળ્યે સામે થયા છે. માલિકો એમ માને છે કે મજુરોની