પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
 


આ ધોરણમાં અરસપરસની લાગણીને, મર્યાદાને, વિનયને, પ્રીતિભાવને પ્રધાનપદ હતું, અને આ ધર્મ અવ્યવહારિક ન્હોતો ગણાતો, પશુ સામાન્યપણે આપણી ઉપર સત્તા ભોગવતો હતો. અને એ શુદ્ધ ન્યાયના કાયદાને વશ થઇને વર્તનારી આ પ્રજાની અંદર સેંકડો મહાભારત કાર્યો થઈ ગયાં છે એવો આપણી પાસે ઐતિહાસિક પુરાવો છે. આ પૂર્વનો કે પ્રાચીન ન્યાય.

પશ્ચિમમાં હાલ આથી ઉલટું વર્તી રહ્યું છે. પશ્ચિમના બધા માણસોને આ આધુનિક ન્યાય ગમે છે એમ નથી માનવાનું. પશ્ચિમમાં એવા ઘણા સાધુ પુરુષો પડ્યા છે કે જે પ્રાચીન ધોરણને સ્વીકારીને પોતાનું નિર્દોષ જીવન ગુજારે છે. છતાં પશ્ચિમની પ્રધાન પ્રવૃત્તિમાં હાલ લાગણીને કે દયાને જરાયે અવકાશ નથી. શેઠ પોતાની સગવડ પ્રમાણે પગારનું ધોરણ રાખે એ ન્યાય ગણાય છે. સામાની હાજતનો વિચાર કરવાની જરૂર ગણાતી જ નથી. મજુર પોતાની ઇચ્છા પ્રમાણે શેઠના ધંધાનો વિચાર કર્યા વિના માગી શકે છે અને એ ઇન્સાફ ગણાય છે. સૌએ પાતપોતાનું સંભાળી લેવું અને બીજાઓ તેઓને વિચાર કરવા બંધાયલા નથી, એ ઇન્સાફ ગણાય છે. એ ધોરણથી યુરોપમાં હાલમાં ચાલતી લડાઈ ચાલી રહી છે. શત્રુને ગમે તે પ્રકારે વશ કરવામાં મર્યાદાની જરૂર નથી જણાતી. પ્રાચીન સમયમાં પણ આવાં યુદ્ધ તો થયાં હશે. પણ તેમાં પ્રજા સંડોવાતી ન હતી. આ અઘોર ન્યાય આપણે હિંદુસ્તાનમાં દાખલ ન કરીએ એ ઇચ્છવા જેવું છે. પોતાનું બળ સમજીને માલિકોનો વિચાર