પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
 



દુનીયામાં પ્રખ્યાત થઇ ગયેલા સત્યાગ્રહીઓનું વર્ણન આપણે આ અંકમાં નથી કરવાના, પણ આપણા જેવા જ માણસો કેટલું દુઃખ સહન કરી શક્યા છે એ જાણવું આપણને વધારે ફાયદાકારક અને વધારે દૃઢ બનાવનારૂં થઈ પડશે. ઇમામ હસન અને હુસેન એ મહા ધીર વીર સત્યાગ્રહી થઇ ગયા. તેમના નામને આપણે પૂજીએ છીએ, પણ તેમના સ્મરણથી આપણે સત્યાગ્રહી નથી થતા. આપણને લાગી જાય છે કે તેઓની શક્તિ અને આપણી શક્તિ વચ્ચે શો મુકાબલો ? એવું જ સ્મરણ કરવા યોગ્ય નામ ભક્ત પ્રલ્હાદનું છે. પણ આપણે બધાં એની ભક્તિ, એની દૃઢતા, એનું સત્ય, એનું શૌર્ય ક્યાંથી કાઢીએ એમ આપણને લાગી આવે છે અને છેવટે હતા તેવા ને તેવા રહી જઇએ છીએ. તેથી સમયે આપણા જેવા જ માણસોએ શું કર્યું છે તેનો ખ્યાલ કરીએ. આવો સત્યાગ્રહી હરબતસિંગ હતો. હરબતસિંગ ૭૫ વર્ષનો ડોસો હતો. તે દક્ષિણ આફ્રિકામાં ૭ રૂપીયાના પગારથી પાંચ વર્ષ સારૂ બંધાઇને ખેતીમાં મજુરી કરવા ગયેલો. જ્યારે ગયા અંકમાં વર્ણવી ગયા તે ૨૦,૦૦૦ હિંદીઓની હડતાલ પડી ત્યારે હરબતસિંગ પણ તેમાં દાખલ થયો. કેટલાક હડતાલીયાને જેલ મળી હતી. તેમાં આ હરબતસિંગ પણ આવ્યો. તેના સાથીઓએ તેને વિનવ્યો. તેને કહ્યું: ‘તમારૂં કામ આ દુઃખદરીયામાં પડવાનું છે નહિ. તમે જેલને લાયક નથી. તમે આવી લડતમાં દાખલ નહિ