પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ગઇ કાલે આપણે ત્રણ સત્યાગ્રહીઓના દાખલા વિચાર્યા. પણ એ લડતમાં તેવા ત્રણ જ સત્યાગ્રહી હતા એમ નહિ. ૨૦,૦૦૦ માણસ એકી વખતે કામકાજ વિનાના થઈ પડ્યા હતા, અને આ સ્થિતિ બાર દિવસમાં પૂરી નહોતી થઇ. આખી લડત તો સાત વર્ષ સુધી ચાલી અને તેટલા કાળ સુધી સેંકડો માણસો અદ્ધર જીવે રહેલા અને પેાતાની ટેક સાચવેલી. ૨૦,૦૦૦ મજુરો લગભગ ત્રણ માસ સુધી ઘરબાર વિના અને પગાર વિના રહેલા. ઘણાએ પેાતાનો થોડાઘણો માલ હતો તે વેચી નાંખેલો. પોતાનાં ઝુંપડાં તજ્યાં, પોતાના ખાટલાગેાદડાં, જાનવરો વગેરે વેચી નાંખ્યાં અને કુચ કરવા નીકળી પડ્યા. તેમાંના સેંકડોએ કેટલાક દહાડા સુધી વીશ વીશ માઇલની મજલ કીધી અને માત્ર પોણા શેર આટાની રોટલી અને અઢી રૂપીયાભાર ચીની ઉપર પોતાના દિવસો ગુજાર્યા. આમાં હિંદુ પણ હતા અને મુસલમાન પણ હતા. એમાંના એક મુંબઇની જુમામસ્જીદના મુઆઝિમના ફરજંદ છે. તેમનું નામ ઇમામસાહેબ અબદુલ કાદર બાવઝીર છે. જેમણે કોઇ દિવસ દુ:ખ સહન નહોતું કર્યું તેમણે જેલનું દુઃખ સહન કર્યું, અને જેલમાં રહીને રસ્તાઓ સાફ કરવાની, પથ્થર ફોડવાની વગેરે મજુરી કરી, અને મહિનાઓ લગી અતિશય સાદા અને નીરસ ખોરાક ઉપર રહ્યા. અત્યારે તેમની પાસે ફુટી બદામ સરખી પણ નથી. એવા જ સુરત જીલ્લાના દાદામીયાં કાજી છે. બે મદ્રાસ તરફનાં બાળકો સત્તર વર્ષની