પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૦

આપણી આ સ્થિતિમાં ઉપરના સવાલનો વિચાર કરવો એ બહુ જરૂરનું છે. લૉક-આઉટને લગભગ પંદર દિવસ થયા એટલામાં કોઇ કહે છે અમારી પાસે ખાવાનું નથી, કોઇ કહે છે અને ભાડું સરખું પણ નથી આપી શકતા ઘણાખરા મજુરોના ઘરોની સ્થિતિ ઘણી ખરાબ જોવામાં આવી છે. તેમાં હવાઅજવાળું નથી હોતાં. ઘરો જુનાં થઇ ગયેલાં જોવામાં આવે છે. આસપાસ ગંદકી પુષ્કળ છે. તેનાં અંગ ઉપર સ્વચ્છ કપડાં જોવામાં નથી આવતાં. કેટલાક ધોબીનું ખર્ચ નથી આપી શકતા, તેથી મેલાં કપડાં પહેરે છે; અને કેટલાક કહે છે કે તેએ સાબુનું ખર્ચ નથી કરી શકતા. મજુરોનાં છોકરાં રખડે છે. તે તાલીમ વિનાના રહે છે અને કેટલાક તો પોતાનાં કુમળાં બાળકોને પણ કમાણીને અર્થે વાપરે છે. આટલી બધી કંગાલ હાલત ખરેખર શોકજનક છે. અને તેનું ઓસડ ૩૫ ટકાનો વધારો એ જ નથી. બમણા પગાર થાય એ છતાં બીજા ઇલાજો ન લેવાય તો સ્થિતિ કંગાલ રહેવાનો સંભવ છે. આવી કંગાલીયતનાં ઘણાં કારણો છે. તેમાંનાં કેટલાંક આપણે આજે વિચારીશું મજુરોને પુછતાં અમે જોઇએ છીએ કે તેઓ પૈસાની તંગી આવે ત્યારે દર રૂપીયે એક આનાથી શરૂ કરીને ચાર આના સુધીનું વ્યાજ દર માસે આપે છે. આ કમકમાટી ઉપજાવે એવી વાત છે. આવું વ્યાજ જે માણસ એક વખત પણ આપે તેને છૂટવું મહા મુશ્કેલ છે. જરા વિચારીએ. સોળ રૂપીયા ઉપર દર રૂપીયે