પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
 



૧૧

જેમ જેમ દહાડા જતા જાય છે તેમ તેમ મજુરોને ભમાવનારી પત્રિકાઓ પણ નીકળ્યાં કરે છે. વળી એમ સાંભળવામાં આવ્યું છે કે મંગળવારે લૉક–આઉટ બંધ થવાનો છે, અને જે મજુરો કામે ચઢે તેમને લેવામાં આવશે. વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે કે પાંચ અને પાંચ કરતાં વધારે મજુરો લાવનાર મજુરને કંઇક ઇનામ પણ આપવામાં આવશે. આ બન્ને હીલચાલની સામે કાંઈ કરવા જેવું ન હોય. બીજા માણસોને રોકીને મજુરોને મીલમાં પાછા દોરવાનો માલિકોને અધિકાર છે. પણ મજુરોની શી ફરજ છે? મજુરોએ જણાવ્યું કે તેઓને સારૂ વીશ ટકાનો વધારો બસ નથી. તેઓએ તે બાબતની નોટિસો પણ આપી. તેઓએ ૩૫ ટકાથી ઓછો વધારો નહિ લેવાના કસમ પણ ખાધા છે. હવે આવી સ્થિતિમાં આવેલો મજુર પોતાની ટેક, પોતાનું નામ, પોતાની મર્દાનગી છોડ્યા વિના ૩૫ ટકા વધે નહિ ત્યાં સુધી પાછો ન જઈ શકે. પણ એવો સંભવ છે કે મજુરમાત્રને આવી ટેક ન હોય. મજુરમાત્રે આવા કસમ પણ ન લીધા હોય. કેટલાક મજુરો ગુજરાત બહારના છે. તેઓ આપણી સાંજની સભાઓમાં પણ ન આવતા હોય એવો સંભવ છે.

તેઓ પણ ૨૦ ટકાના વધારાથી કામે ચઢે તો આપણે ખોટું માનીએ. આવા અજ્ઞાન મજુરોને શેાધી કાઢી તેઓને ખરી દશાનું જ્ઞાન આપવું એટલી અને એટલી જ આપણી