પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
 



૧૨

આજથી નવું પ્રકરણ શરૂ થાય છે. માલિકોએ લૉક-આઉટ બંધ કરવાનો ઠરાવ કર્યો છે અને જેને ૨૦ ટકાનો વધારો લઇને જવું હોય તેને લેવા પોતાની ઇચ્છા બતાવી છે. એટલે હવે માલિકોનો લૉક-આઉટ મટીને મજુરોની હડતાલ આજથી શરૂ થાય છે. માલિકોના આ ઠરાવની જાહેર ખબર તમે સૌએ જોઇ છે. તેમાં તેઓ લખે છે કે ઘણા મજુરો ચઢવા તૈયાર છે. એમ છતાં તેઓના લૉક-આઉટને લીધે ચઢી શક્યા નથી. મજુરોનો હમેશાં થતો મેળાવડો અને તેઓના કસમ વચ્ચે અને માલિકોને મળેલી ખબર વચ્ચે કાંઇ મળતાપણું જોવામાં આવતું નથી. યા તો માલિકોને મળેલી ખબર સાચી છે અથવા તો મજુરો હમેશાં મેલાવડામાં હાજર થાય છે અને તેઓએ કસમ લીધેલા છે એ સાચું છે. મજુરોએ કસમ લેતા પહેલાં દરેક બાબતનો વિચાર કર્યો છે અને હવે તેઓથી ગમે તેવી લાલચ મળે અને ગમે તેટલું દુઃખ થાય તોપણ ૩૫ ટકાનો વધારો મળ્યા વિના કામ ઉપર ન જ ચઢી શકાય. આમાં તેઓનું ઇમાન રહેલું છે. એક તરફ વચન અને બીજી તરફ લાખો રૂપીયા, એ બંનેની સરખામણી કરો તો તેમાં વચનનું વજન ચઢી જવાનું છે. આ વાતને મજુરો ગોખી રાખશે એવી અમારી ખાતરી છે. મજુરોને ચઢવાનો પોતાના વચનને વળગી રહેવા સિવાય ઇલાજ છે જ નહિ, અને અમારી તો ખાતરી છે કે જો મિલ માલિકો સમજે તો તેઓની ઉન્નતિ પણ મજુરોના કસમ