પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯


પાળવામાં રહેલી છે. જેઓ પોતાના કસમ નહિ પાળી શકે તેવા માણસો પાસેથી મજુરી લઇને છેવટે તો માલિકો પણ ફાયદો નથી ઉઠાવવાના. ધાર્મિક વૃત્તિવાળા માણસ બીજાની પ્રતિજ્ઞા તોડાવવામાં કદિ રાજી થાય નહિ, કદિ ભાગ લે નહિ, છતાં અત્યારે આપણને માલિકોની ફરજ વિચારવાને અવકાશ નથી. તેઓ પોતાની ફરજ સમજે છે. આપણે તો માત્ર તેઓને વિનવી શકીએ, પણ મજુરોને પેાતાની ફરજ આ વખતે સંપૂર્ણ રીતે વિચારી લેવાની જરૂર છે. આવો અવસર ફરી પાછો નથી આવવાનો.

મજુરો કસમ તોડીને શું મેળવવાના છે, એ જરા વિચારીએ. આ સમયે હિન્દુસ્તાનમાં ઇમાનદાર માણસને, ગમે તે જગ્યાએ હોંશીયારીપૂર્વક મજુરી કરે તો પચીસ રૂપીયા મળી રહે છે. એટલે મજુરોને ભારેમાં ભારે ધક્કો તો એટલો જ પહોંચી શકે કે માલિકો હંમેશને સારૂ તેઓનો ત્યાગ કરે અને તેઓને બીજી જગ્યાએ નોકરી શોધવી પડે. વિચારવાન મજુર સમજી લે કે થોડા દિવસના પ્રયાસથી તે પોતે ગમે ત્યાં નોકરી મેળવી શકશે. પણ એવું અંતિમ પગલું માલિકો ભરવા નથી જ માગતા એ અમારી ખાતરી છે. મજુરો પોતાની પ્રતિજ્ઞામાં ચુસ્ત રહેશે તો કઠણમાં કઠણ હૃદય પણ પીગળવાનું છે.

એવો સંભવ છે કે ગુજરાતની બહારના મજુરોને (ઉત્તરમાંથી આવેલા અને દક્ષિણમાંથી-એટલે મદ્રાસથી આવેલા મજુરોને) આ લડતનો પૂરો ખ્યાલ નથી. આપણે સાર્વજનિક