પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
 



૧૪

જેમ ધનવાનનું હથીયાર પૈસો છે તેમ મજુરનું મજુરી છે. જો ધનવાન ધન ન વાપરે તો ભૂખે મરે તેમજ મજુર પોતાનું ધન–મજુરી–ન વાપરે–ન કરે તો પોતે ભૂખે મરે. મજુરી ન કરે તે મજુર જ કહેવાય નહિ. મજુરી કરતાં શરમાય તે મજુરને ખાવાનો હક જ નથી. એટલે જો મજુરો આ મહાન લડતમાં પોતાની પ્રતિજ્ઞા પાળવા ઇચ્છતા હોય તો તેઓએ મજુરી કરતાં શીખી લેવું જોઇશે. ફાળા એકઠા કરી નવરા રહી ફાળામાંથી પૈસા લઈ જે પોતાનું પેટ ભરે તેને જીત મેળવવાનો હક નથી. આ લડત મજુરો પોતાની ટેકને સારૂ લડે છે. જેઓ કામ કર્યા વગર ખાવા માગે છે તેઓ ટેક શું છે તે સમજતા જ નથી એમ કહેવાય. જેને શરમ છે, જેને સ્વમાનની ગરજ છે તે જ ટેક પાળે. જેને જાહેર ફાળાઓમાંથી વગર મહેનતે નભવાનો વિચાર છે તેઓને શરમ છે એમ કોણ ન કહે ? એટલે આપણને લાજમ છે કે આપણે કંઈક પણ મજુરી કરીને આપણું ગુજરાન કરીએ. મજુર મજુરી ન કરે તે તો સાકર પેાતાની મીઠાશ છોડે એવી વાત થઇ.

આ લડત માત્ર ૩૫ ટકાનો વધારો લેવાની નથી પણ મજુરો પોતાના હકને સારૂ દુઃખ સહન કરવા તૈયાર છે એમ બતાવવા સારૂ છે. આ લડત આપણી ટેક જાળવવા સારૂ છે. આ લડત આપણે સારા થઇએ એવી ઈચ્છાથી ચલાવીએ છીએ. જો આપણે જાહેર પૈસાનો ખાટો ઉપયોગ કરીએ તો સારા થવાને બદલે બગડીએ. એટલે ગમે તે વિચાર