લખાણ પર જાઓ

પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


કામાં ભ્રમણુ કરવા નીકળ્યા, અને અમેરિકાના પૂર્વથી પશ્ચિમ ઇંડા સુધીની ૨૩૦૦ માઇલની મુસાફરી પગ રસ્તે કરી. વેાશિગ્ટન, આરગન, કેલીફોર્નિયા, ટેકસાસ અને ન્યુમેકિસકાનાં સંસ્થાનોમાં ઘૂમતા ઘૂમતા તે એસ્ટન જઇ પહેાંચ્યા, અને ઇ. સ. ૧૯૧૧ના મે માસમાં આગોાટ ઉપર મજુરની નેકરી મેળવીને એસ્ટનથી મેન્ચેસ્ટર પહોંચ્યા. ઇંગ્લાંડમાં પણ તેમણે પેદલજ ભ્રમણ કર્યું. ક્રાંસ, સ્વિટઝરલાંડ અને ઇટલી થઈને જુલાઈ ૧૯૧૧માં તે દરીયા માર્ગે હિંદુસ્થાનમાં આવ્યા. તેઓ ફિલીપાઇન થઇને પૂર્વ તરફથી અમેરિકા ગયા હતા અને પશ્ચિમ તરફ થઇને આવ્યા હતા. એ પ્રકારે તેમણે પૃથ્વીની પરિક્રમા કરી લીધી. અમેરિકાથી આવતાંજ તેમણે “ સત્યગ્રંથમાળા ” એ નામથી પુસ્તકા કહાડવાં શરૂ કર્યો હતો. આ માળાારા આજ સુધીમાં તેમણે અમરીકાપથ પ્રદર્શક, અમરીકાકે વિદ્યાર્થી, અમરીકા ભ્રમણુ, મનુષ્ય કે અધિકાર, શિક્ષાકા આદર્શ, આશ્ચર્યજનક ઘટી, રાજર્ષિં ભીષ્મ, સત્ય નિબંધાવી, કૈલાસયાત્રા, લેખનકળા, હિંદીકા સંદેશ, જાતીય શિક્ષા, રાષ્ટ્રીય સધ્યા, રાષ્ટ્રીય સંદેશ, એ ૧૪ પુસ્તક પ્રસિદ્ધ કર્યો છે. જુન ૧૯૧૫ માં તેમણે હિમાલયની ૧૮૩૭૦ ફીટ ઉંચી પાડી દિવાલ ઉલ્લધીને કૈલાસદર્શન, માનસરાવરનાન તથા પશ્ચિમ તિબેટમાં ભ્રમણ કર્યું હતું. “ મેરી કૈલાસયાત્રા નામે પુસ્તકમાં આ યાત્રાને પોતાના અનુભવ તેમણે પ્રસિદ્ધ કર્યાં છે. આજકાલ તેઓએ દેશસેવા તથા દેશભાષાના પ્રચારના ભાર ઉઠાવેલા છે.