પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અમેરિકાનો પ્રવાસ


કરી લીધું હુતું કે પ્રાણુ ચાલ્યા નય તે હરકત નહિ, પરંતુ હું અમેરિકા તો અવશ્ય જઇશ. મેં મારા મિત્ર ભાધાને મળી તેમને મારા દિલની વાત કહી. તે બિચારા કાંઈ મદદ તેા કરી શકતા નહોતા, પરંતુ અલબત તેમણે મને ઉત્સાહિત તો અવશ્ય કર્યાં. અસ્તુ. મારા ઘરનાં માણસેાને મળી હું પાછે. કાશી આવ્યા અને અમેરિકાની ધૂનમાં દિવસેા ગાળવા લાગ્યા. તેના સમૃધી કાંઈ પણ હકીકત મળતી તો તત્ક્ષણ હું તેને મારી નોંધપોથીમાં ટપકાવી લેતા. એ અમેરિકાને ઇતિહાસ વાંચ્યા તથા નકશાદારા તેના માર્ગની તપાસ કરી થારાય સાધને એકત્રિત કરી લીધાં અને અંતે ૧૯૦૫ના જાન્યુઆરીની પહેલી તારીખે કાશીથી નિકળી પડવાના નિશ્ચય પણ કરી લીધા. મારી પાસે કુલ ૧૫ રૂપિઆ હતા. મારી પુંછ તા એજ હતી, પરંતુ “ દૃઢ સકલ્પ ' એ મારી સૌથી મહત્વની વસ્તુ હતી. ઈશ્વર- પર વિશ્વાસ રાખી મે મારી પ્રતિજ્ઞાનું પાલન કરવાના આરંભ કર્યો અને જાન્યુઆરીની પહેલી તારીખે પ્રાતઃકાળની ગાડીમાં કાશીથી નીકળી પડયા. કાશીને અંતિમ પ્રણામ કરતી વખત મારા હૃદયમાં જે ભાવેશ ઉત્પન્ન થયા હતા તેનું વર્ણન કરવું કઠિન છે. જ્યારે ગાડી નિબ્રિજ ઉપર થઇને ચાલી અને મે” કાશીનું પ્રાત:કાલીન દસ જોયું ત્યારે મારી આંખામાં અશ્રુ ભરાઇ આવ્યાં. મારા મુખમાંથી આપાઆપ આ શબ્દપક્તિએ નીકળી પડીઃ——— ખુશ રહે અહલે વતન અબ હમ સસ્ક્રૂર કરતે હૈ; દરાદીવારપે હસરતસે નજર કરતે હૈં. આ પ્રકારે નિઃશ્વાસ નાખતા હું કાશીથી જુદા પડયા. અલાહા- બાદથી જબલપુર અને જખલપુરથી મુંબઇ ગયા. ત્યાં આર્યસમાજ મંદિરમાં ઉતર્યાં. મારા મિત્ર સેમદેવજી પણ એજ ધૂનથી અત્ર આવ્યા.