પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
હું અમેરિકા કેવી રીતે પહોંચ્યો ?

શીખાના ભક્તિભાવનું ખરેખર એક જીવતું જાગતું ઉદાહરણ છે. જે લેાકા ભારતથી અહીંઆ આવે છે, જે નોકરીની તલાસમાં હોય છે, અથવા જેમની કરી છૂટી જાય છે તે સર્વ આજ સ્થળે વિશ્રામ કરે છે. સારૂં પાકું મકાન, ભભૂત કસબદી, મેટા મેટા એરડા, એ સર્વે ચુસાફરાના આરામને માટે અત્યંત ઉપયોગી છે. અહીંના ગ્રંથી ( ગ્રંથ વાંચનાર ) મહાશય સજ્જનપુરૂષ છે. અમને તેમણે ઘણી સારી રીતે રાખ્યા અને ખાનપાનને પણ દાખસ્ત કરી આપ્યા. અત્ર અમે ત્રણ ચાર દિવસ રહ્યા. મારા મિત્રની પાસે આગળ જવાને પૂરતા રૂપિઆ હતા, તેથી તેણે તે સિંગાપુર જતી સ્ટીમરની ટીકીટ ખરીદી લીધી અને મને એકલે છેડી દીધો. મે કહ્યુ: “ ઠીક ! તમે મને છોડી દીધો તે શું થયું? કાંઇ ઈશ્વર તેા મતે છેડી દેવાને નથી ને ? ” પછી હું મારા કાર્યમાં લાગ્યા. એક પુજાથી મિત્રે મને સહાય કરવાનું વચન આપ્યું હતું, તેથી હું તેની સાથે પુ તરફ ચાલ્યેા ગયા. ત્યાં પણ આપણા દેશના ઘણા માણુસે છે. અધિકાંશ તે શીખ લોકેજ છે. આ લેકે કાંતે લશ્કરમાં ભરતી થયેલા છે કે કાંતા ચેકીદારનું કામ કરે છે. તેમના સિવાય બીજા પણ કેટલાક ભારતીય બધુએ મહેનત-મજુરી કરીને પિઆ કમાય છે. આ દીપ અંગ્રેજોને આધીન છે, અને અહીંના મૂળ નિવાસી મલાઈ કહેવાય છે. તેએ અધિકતર મુસલમાન છે અને અત્યંત ધર્મચુસ્ત છે. તે પંજાબીએ જેટલા મહેનતુ નથી. આજ કારણથી તેમને કારખાર અન્ય જાતિઓના હાથમાં આવતે જાય છે. આ દીપમાં ચીના પણ પુષ્કળ છે, અને દક્ષિણુ ભારતના કલિંગ લેકે પણ અહીંઆં વસેલા છે. ‘ કલિંગ ’ શબ્દ અંગ્રેજી Killing ને અપભ્રંશ છે. દક્ષિણ ભારતના જે લોકોને ખૂનના અપરાધ માટે દેશનિકાલની સજા થતી હતી તેમને અહીં માકલવામાં આવતા હતા. એવી દંતકથા