પૃષ્ઠ:Americano Pravas.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ એસી હું ટ્રામસન હેૉટેલમાં ગયા. રસ્તામાં પોસ્ટ ઓફિસની જંગી ઈમારત મારા જોવામાં આવી. ટામસન હૉટલના પ્રબંધકર્તાએ મારાં મેલાં કપડાં જોઇ મને પરદેશી નણીને ઓરડા આપવાની ના પાડી. આથી હું અને મારે સાથી નિરાશ થઈ ખીજી હેટેલમાં ગયા. ત્યાં ગમે તેમ મારા નિવાસના પ્રાધ થઇ ગયા. કેવલ એ રાત્રિ રહેવાને માટે છ રૂપિઆ આપવા પડયા. જે મહાશય મહામેાધી સભામાંથી મારી સાથે આવ્યા હતા તે મારા પ્રબંધ કરીને ચાલ્યા ગયા. હું એક નોકરની સાથે ચેથા માળે ગયા. નાકરે મને એક ઉત્તમ અને સુસજ્જિત એરડામાં લઈ જઇને કહ્યું: લે મહાશય, આ એરડા આપને માટે છે.” એમ કહીને તે ચાલ્યા ગયા. નોકરના જવા પછી મેં અંદરથી બારણું બંધ કર્યું. રાત રહે- વાને માટે મને સ્થાન પ્રાપ્ત થયું તે માટે મેં પરમાત્માને ધન્યવાદ આપ્યા. પરંતુ કપડાંના પ્રબંધ કેવી રીતે કરવા તે ચિતા લાગી રહી હતી. કપડાં સર્વ કાળાં પડી ગયાં હતાં. સાબુ પાસે હતા. વિચાર આવ્યા કે કદાચ કાલે સામાન ન પણ મળી શકે, માટે કપડાં અવશ્ય ધોઇ લેવાં જોઇએ. એરડામાં એ નળ હતા; એક ગરમ પાણીને અને ખીજે ઠ‘ડા પાણીને ત્યાં મેં સર્વ કપડાં ધોયાં. આ કામમાં રાતના દશ વાગી ગયા. ત્યારપછી હજામત કરી. હવે બજારમાં મેલાં કપડાં સહિત શી રીતે જવાશે એ ચિંતા દૂર થઈ ગઈ. અંતે હું થાક્યા પાયા ભૂખ્યાજ સૂઇ ગયા. સુંદર સ્વચ્છ શય્યાપર સૂતાંજ નિદ્રાદેવીએ મને પેાતાનેા કરી લીધે.