નિવેદન વિવિધ ગ્રંથમાળાનું. આ ૭૫-૭૬ નું પુસ્તક છે. અમરીકા પથપ્રદર્શક’, અમરીકા કે નિર્ધન વિદ્યાર્થી” અને અમરીકા દિગ્દર્શન’: આ ત્રણ હિંદી પુસ્તકાનું ભાષાન્તર આમાં અપાયલું જણાશે. એ પુસ્તકોના મૂળ લેખક શ્રીમાન સ્વામી સત્યદેવજીના જીવનત ટુંક પરિચય આ પછીના ઉલ્લેખમાં આપવામાં આવ્યો છે. એ પરિચયમાં જણાવ્યા પ્રમાણે તેમની પાસે ધનબળની જોઇતી સગવડ નહિ હોવા છતાં, ધનબળ કરતાં અનેકગુણુ ઉપકારક એવા શરીરબળ અને મને મળ (ચારિત્ર્યબળ)ને સદુપયોગ કરીને તેમણે ઇચ્છિત પ્રવાસ તથા અભ્યાસમાં જે સફળતા પ્રાપ્ત કરી છે, તે સર્વ ભારતીય વિદ્યા- થીઁએ માટે અત્યંત મનનીય અને અનુકરણીય છે. સત્યદેવ કાશીથી અમેરિકા જવા નીકળ્યા ત્યારે માત્ર પદર રૂપ- રડીનીજ સગવડ તેમની પાસે હતી, તે જોતાં દેશવ્યાપી નિર્ધનતા નામક દુષ્ટ દૈત્યાણી તેમના ઉપર પણ સારી રીતે સવાર થઇ ચુકેલી હતી એ વાત ખરી; પર’તુ મૂખ અજ્ઞાન માબાપાના પુણ્ય (!) પ્રતાપથી દેશના વિદ્યાર્થીઓ અને યુવામાં બાળલગ્નાદિ કુપ્રથાજન્ય જે દુર્દશા વ્યાપી રહેલી છે, અને જે મુદ્દાલપણું, અનુત્સાહ, આળસ, અક્કડાઇ, કુકડાઇ તથા મિથ્યાભિમાન રૂપી મનુત્તા (!) જ્યાં ત્યાં વ્યાપી રહેલી છે, તેની સવારી પુરૂષાર્થી સદેવ ઉપર થઇ નહતી. અજ્ઞાત બાલ્યાવસ્થામાંજ પેાતાનાં બાળકોને જીવનપર્યંતની દુર્દ શામાં ડૂબાડનાર માબાપે અથવા ખીન્ન સંયેાગે તેમને જેમ મળ્યા ન હતા તેમ કંઇક સમજણુમાં આવ્યા પછી દેશની કુપ્રથા તથા
- એમનુ` વિદ્યાર્થી અવસ્થાનું નામ પણ એજ હતું.