પૃષ્ઠ:Americano Pravas.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિજળીની આગગાડી (Electric Railway. ) જળીથી આગગાડી ચલાવવાને માટે હાલમાં અમેરિ- કામાં પ્રયત્ન કરવામાં આવે છે. વિજળીથી ચાલતી ટ્રામ આદિ સાધારણ ગાડીએ તે અમારા દેશબંધુ- આએ કલકત્તા, મદ્રાસ આદિ મેટાં મેટાં શહેરમાં પણ જોઈ હશે; પરંતુ તેમણે કદાચ આ વાત સાંભ- ળી નહિ હુશે કે અમેરિકા હાલમાં વરાળથી ચાલતી આગગાડીને બદલે વિજળીથી ચાલતી આગગાડી બનાવવામાં નિમગ્ન થયેલા છે. કેવી રીતે ખર્ચ એછે થાય અને લાભ અધિક મળે તે તે માગે છે. તેમની રહેવાની અને વ્યાપાર વ્યવહાર આદિની રીતભાત આપણા દેશના જેવી નથી. આપણા દેશમાં યદિ પિતા લાકડાના અથવા વાંસના પુરાણા ત્રાજવાથી તાલતા હાય ! પુત્ર પણ તે ત્રાજવાની દાંડી છેડતે નથી. સેંકડો વર્ષ પૂર્વે વણકરે જે સાળથી કપડાં વણતા હતા તેજ સાળ આજે પણ ભારતવર્ષના વણુ- કરાના હાથમાં લેવામાં આવે છે. કોઈને આગળ પગલું ભરવાના ઉત્સાહજ આવતા નથી ! વિ ' સમયજ પૈસા છે { Time is money ) એ નિયમ અનુસાર અમેરિકાનિવાસીએ ચાલે છે. કેવી રીતે ઓછે સમય લાગે અને કામ અધિક થાય એ તેમના મૂળમંત્ર છે. તેમનાં કારખાનાંમાં જશેા તે તમને તેમાં સર્વત્ર આજ નિયમની વ્યાપકતા જણાશે. - પણા દેશના વહેરનારા એક માઠું લાકડું વહેરવામાં આખા દિવસ ગુમાવે છે; પરંતુ તેએ! એટલે વિચાર કરતા નથી કે શું અમે આ કાર્ય આછા સમયમાં સિદ્ધ કરવાની યુક્તિ ન શોધી કાઢી શકીએ ? ..