પૃષ્ઠ:Americano Pravas.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
વિજળીની આગગાડી

અમેરિકાનાં ખેતરાપર મારા કેટલાક દિવસે વાસી અપમાન સહન કરે છે; સ્ટેશનેાપર ગાળ ખાય છે; ખાન- પાનની તકલીક સહુન કરે છે; આખી રાત્રિ ઉર્જાગર કરે છે; ગ્રીષ્મ ઋતુમાં કેદીઓની પેઠે ગાડીઓની અંદર પૂરાય છે; તાપણુ આ હરકતા દૂર કરવાને વિચાર કરતા નથી. વસ્તુતઃ સર્વ સંકટ દૂર થઇ શકે એમ છે; અમેરિકા જેવી સુંદર ગાડી બની શકે એમ છે; પ્રબંધ સારા થઇ શકે એમ છે; સર્વ પ્રકારને આરામ મળી શકે એમ છે; વિજળીની ગાડીએ પણ ખની શકે એમ છે; પરંતુ અલ બત્ત, વ્યવસાય, પરિશ્રમ, સ’પ અને મૂડી જોઇએ. અમેરિકાનાં ખેતરાપર મારા કેટલાક દિવસે ૪૫ જાન મહિને આવી પહોંચ્યા. આખા વર્ષના વિદ્યાભ્યાસ સંપૂર્ણ થઇ ગયા. વિદ્યાલયોના વિદ્યાર્થીઓને હવે ત્રણ સાડા ત્રણ મહિનાની રજા રહેશે. પ્રત્યેક છાત્રે રજાના સમય વ્યતીત કરવાનો પ્રબંધ પ્રથમથીજ કરી રાખ્યું છે. જેમને યૂરેપની સહેલ કરવા જવાની ઇચ્છા છે. તેમણે આગોટના માલિકોની સાથે વ્યવસ્થા કરી લીધી છે. જાપાન તરફ જવાની ઇચ્છા રાખનારા જાપાની ભાષાના અભ્યાસ કરે છે. જેએ આવતા વર્ષના અભ્યાસને માટે પૈસા કમાવા માગે છે તેમણે મેટાં મોટાં કારખાનાંની સાથે પૂર્વથીજ પત્રવ્યવહાર કરી લીધા છે. તાત્પર્ય એ છે કે સર્વ જણે પાતપેાતાની આવશ્યકતા અનુસાર પ્રબંધ કરી લીધો છે. હવે હું પણ એક અમેરિકન બની ગયા. પ્રથમ એક કંપનીનાં ગ્રાહુકા વધારવાનું કામ હાથમાં લેવાને વિચાર કર્યો અને તે માટે