પૃષ્ઠ:Americano Pravas.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
અમેરિકાનાં ખેતરોપર મારા કેટલાક દિવસો

અમેરિકાનાં ખેતરાપર મારા કેટલાક દિવસે ૫૫ છે. તેની સાથે પણ આવશ્યકતાનુસાર છે, આઠ કે દશ ધાડાએ જોડ- વામાં આવે છે. તે પશુઓને માટે આ કાર્ય અતિ કઠિન છે. આથી દશ ઇંચ સખ્ત જમીન ખાદી કાઢવામાં તેમને ઘણી મહેનત પડે છે. જે દાંડાઓના નિર્દેશ હુ કરી ગયા તે સર્વે ઉખડીને માટી નીચે દબાઈ જણ ખાતર તી જાય છે. આ દેશમાં ખાતર વિશેષ થતું નથી. ખાતર નાખવાને માટે એક ખાસ યંત્ર હોય છે. તે અંગ્રેજીમાં મૅન્યર સ્પ્રેડર ( Manure Spreader ) કહેવાય છે. આ યંત્ર પણ એક ડબ્બાવાળી ગાડીનું અનેલું હોય છે. પ્રથમ તેને ખાતરથી ભરી લેવામાં આવે છે. તેને ખેતરમાં લઇ જઇ પાછળના પેચ ખેાલી નાખવામાં આવે છે. જેમ જેમ ઘેાડા ચાલતા જાય છે તેમ તેમ ખાતર પડતું જાય છે.

મુ

આજે સખ્ત વર્ષાદ વરસતા હતા. ખેતરમાં જવાનું નહેાતું, છુટ્ટી હતી. ગપાટા ઉડવા લાગ્યા. હુ, હાલવે, તેના એ છેાકરાએ, ત્રણ કરી તથા તેમની માતા, એ સર્વ દિવાનખાનામાં ખુરશીપર બેઠાં હતાં. હાલવેની મોટી કરી એસી પિયાના લઈને મેઠી હતી. મેં ગામમાં કોઇના મુખથી સાંભળ્યું હતું કે મહાશય એલ્બી મજુરેની પાસે કામ તેા કરાવી લે છે, પરંતુ મજુરી આપવામાં લાસરીઆપણું વાપરે છે. મે મારા સંદેહ દૂર કરવાને માટે હાલવેને પૂછ્યું: “ શું એક્ષ્મી ખરેખર મજુરી આપવામાં વિલંબ કરે છે ? ” . મારી પ્રશ્ન કરવાની પ્રણાલિ એવી હતી કે ‘ માતા’ તરત મારા મનેભાવ સમજી ગઇ. તે ઠઠ્ઠાના રૂપમાં ખાલીઃ-“ હજી સુધી તા કાઇને મજુરી મળી નથી ! અમે છ માસથી અહીં છીએ, પરંતુ અમને માત્ર પંદર પિઆ મળ્યા છે. તમને આ સાલ કાંઇ મળવાની આશા નથી. ”