પૃષ્ઠ:Americano Pravas.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લાગણીઓ તેમનાં લખાણેામાં અનેક સ્થળે દેખાઇ આવે છે. ગુજરાતી પાઠક વર્ગને પણ તેમનાં એવાં ઉત્તમ પુસ્તકોના લાભ મળી શકે એવા ઉદ્દેશથી તેને ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાની રજા તેમની પાસે માગવામાં આવતાં તે તેમણે પૂર્ણ ઉત્સાહ અને નિષ્કામ ભાવે આપી છે; જે બદલ આ સ્થળે ગુર્જર પાઠક વર્ગ તરફથી તેઓશ્રીને સપ્રેમ ધન્યવાદ આપવામાં આવે છે. સગવડૅ સગવડે તેમનાં સર્વ પુસ્તકા વિવિધ ગ્રંથમાળાદારા ગુજરાતી વાંચક વર્ગની સેવામાં રજુ કરવા ધારણા છે. વાંચક વર્ગને છેવટે એજ સૂચવવાનું કે બ્રહ્મચર્ય વિષે ઉપર જણાવાયલી હકીકત તે ધ્યાનમાં રાખે અને બીજી અનેક હિતાવહ ખાખતાની પેઠે આ અતિ મહત્વની સૂચનાને પણ અબ્રહ્મચર્ય- જન્મ વિસ્મૃતિના ઉંડા ખાડામાં ડૂબી જવા દે નહિ. યાસિન્ધા ! સર્વજ્ઞાન અને મુળ સપન્ન પરમાત્મન ! તમને તે પ્રાર્થના પણ શી કરવી ? પ્રાર્થનાની વાટ જુએ એવા અપૂર્ણ તમે જ નહિ. તમે તો સર્વત્ર વિરાજી રહીને પ્રાણિમાત્રમાં આવી અને બીજી સર્વ હિતાવહ બાબતાનું જ્ઞાન, સ્મૃતિ અને બળ મુશળધારથી અખંડ ભાવે સદાકાળ વર્ષાવીજ રહ્યા છે. નેવાંની નીચે મુકાયલા ઉંધા પાત્રની પેઠે અમે મનુષ્યાજ અમારાં હૃદયપાત્રા અવળી દિશામાં રાખી રહ્યા છીએ ! માટે વાંચક ! હવે તો તુંજ સૂચના કે પ્રાર્થના કે સેવા કરવા યોગ્ય દેવ છે ! ! હું દેવ હવે જાગ્રત થા ! જાગ્રત થા ! માત્ર વદી ।। વિ. સં. ૧૯૭૩ તાલમ સર્વે વાંચક દેવ દેવીના દેહભાવે દાસ ઇ૦ ભિક્ષુ—મખડાનંદ ૧-હવે પછીનું પુસ્તક ચૈત્ર આખર સુધીમાં રવાના થવા સંભવ છે. સંસ્થાના રિપોર્ટ અને હિસાબ કે જે હવે છપાવે શરૂ થશે, તે પણ ધૃણું કરીને આવતા પુસ્તકની સાથેજ રવાના થઇ જશે.