પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ મારી ત્રણ ગુણવાળી દેવી એટલે કે અદ્ભુત માયા તરવી મુશ્કેલ છે. પણ જેઓ મારું જ શરણ લે છે તેઓ તે માયાને તરી જાય છે. ૧૪.

દુરાચારી, મૂઢ, અધમ મનુષ્યો મારે શરણે આવતા નથી. તેઓ આસુરી ભાવવાળા હોય છે અને માયાએ તેમનું જ્ઞાન હરી લીધું હોય છે. ૧૫.

હે અર્જુન ! ચાર પ્રકારના સદાચારી મનુષ્યો મને ભજે છે. દુ:ખી, જિજ્ઞાસુ, કંઈ પ્રાપ્તિની ઈચ્છાવાળા હિતાર્થી અને જ્ઞાની. ૧૬.

તેમનામાં પણ નિત્ય, સમભાવી અને એકને જ ભજનારો એવો જે જ્ઞાની તે શ્રેષ્ઠ છે. હું જ્ઞાનીને અત્યન્ત પ્રિય છું અને જ્ઞાની મને પ્રિય છે. ૧૭.

આ બધા જ ભક્તો સારા છે, તેમાંય જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે. કેમ કે, મને પામવા કરતાં બીજી વધારે સારી ગતિ નથી જ એમ જાણતો તે યોગી મારો જ આશ્રય લે છે. ૧૮.

૮૧