પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અક્ષરબ્રહ્મયોગ


આ અધ્યાયમાં ઈશ્વરતત્ત્વની વિશેષ સમજ છે.

૨૪

अर्जुन बोल्या :

હે પુરુષોત્તમ ! એ બ્રહ્મનું શું સ્વરૂપ છે ? અધ્યાત્મ શું છે ? કર્મ શું છે ? અધિભૂત શાને કહે છે ? અધિદેવ શું કહેવાય છે ? ૧.

હે મધુસૂદન ! આ દેહને વિશે અધિયજ્ઞ શું અને કઈ રીતે છે ? અને સંયમી તમને મરણસમયે કેમ જાણી શકે ? ૨.

श्री भगवान बोल्या :

જે સર્વોત્તમ અવિનાશી છે તે બ્રહ્મ; પ્રાણીમાત્રને વિશે સ્વસત્તાથી જે રહે છે તે

૮૫