પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અધ્યાત્મ. અને પ્રાણીમાત્રને ઉત્પન્ન કરનાર સૃષ્ટિવ્યાપાર તે કર્મ કહેવાય છે. ૩.


અધિભૂત તે મારું નાશવંત સ્વરૂપ છે. અધિદેવત તે તેને વિશે રહેલું મારું જીવસ્વરૂપ છે અને હે મનુષ્યમાં શ્રેષ્ઠ ! અધિયજ્ઞ આ દેહને વિશે રહેલું, પણ યજ્ઞ વડે શુદ્ધ થયેલું, જીવસ્વરૂપ છે. ૪.

નોંધ : એટલે કે અવ્યક્ત બ્રહ્મથી માંડીને નાશવંત પદાર્થમાત્ર પરમાત્મા જ છે, અને બધું તેની જ કૃતિ છે.

તો પછી મનુષ્યપ્રાણી પોતે કર્તાપણાનું અભિમાન રાખવાને બદલે પરમાત્માનો દાસ બની બધું તેને સમર્પણ કાં ન કરે ?

અંતકાળે મારું જ સ્મરણ કરતો કરતો જ કોઈ દેહને છોડે છે તે મારા સ્વરૂપને પામે છે તેમાં કશો સંશય નથી. ૫.

અથવા તો હે કૌન્તેય ! મનુષ્ય જે જે સ્વરૂપનું સ્મરણ કરતો તે દેહ છોડે છે અને તે ભાવથી સદા ભાવિત એટલે કે પુષ્ટ થવાથી તે તે સ્વરૂપને જ પામે છે. ૬.

૮૬