પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂક્ષ્મ છે. તેમની કશી કિંમત નથી. તેથી તેટલા કાળમાં મળતા ભોગો આકાશપુષ્પ જેવા છે એમ સમજી આપણે તેમને વિશે ઉદાસીન રહીએ; અને તેટલો જ જે કાળ આપણી પાસે છે તેને ભગવદ્‍ભક્તિમાં, સેવામાં ગાળી સાર્થક કરીએ, તથા આજ ને આજ આત્માનું દર્શન ન થાય તો ધીરજ રાખીએ.


(બ્રહ્માનો) દિવસ ઊગતાં બધાં ભૂતો અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે અને રાત્રિ પડતાં તેમનો પ્રલય થાય છે એટલે અવ્યક્તમાં લય પામે છે. ૧૮.

નોંધ : આમ જાણીને પણ મનુષ્ય સમજે કે તેના હાથમાં ઘણી મોટી સત્તા છે. ઉત્પત્તિ અને નાશની જોડી સાથે સાથે ચાલ્યા જ કરે છે.

હે પાર્થ ! આ પ્રાણીઓનો સમુદાય આમ પેદા થઈ થઈને રાત્રિ પડતાં પરાણે લય પામે છે, અને દિવસ ઊગતાં વિવશપણે ઉત્પન્ન થાય છે. ૧૯.

આ અવ્યક્તથી પર એવો બીજો સનાતન અવ્યક્ત ભાવ છે. બધાં પ્રાણીઓ (ભૂતો)નો નાશ થતાં છતાં આ સનાતન અવ્યક્ત-ભાવ નાશ નથી પામતો. ૨૦.

૮૯