પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાળે તું યોગયુક્ત રહેજે. ૨૭.

નોંધ : બે માર્ગને જાણનારો અને સમભાવ રાખનારો યોગી અંધારાનો-અજ્ઞાનનો માર્ગ નહીં લે, એ મોહમાં ન પડવાનો અર્થ છે.

આ વસ્તુ જાણ્યા પછી વેદમાં, યજ્ઞમાં, તપમાં અને દાનમાં જે પુણ્યફળ કહ્યું છે તે બધાને ઓળંગીને યોગી ઉત્તમ મૂળ સ્થાન પામે છે. ૨૮.

નોંધ : એટલે જેણે જ્ઞાન, ભક્તિ અને સેવાકર્મથી સમભાવ મેળવ્યો છે તેને બધાં પુણ્યનું ફળ મળી રહે છે, એટલું જ નહીં પણ તેને પરમમોક્ષપદ મળે છે.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'અક્ષરબ્રહ્મયોગ' નામનો આઠમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *
૯૨