પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે કેશવ ! તમે જે મને કહો છો તે હું સ્વીકાર્રું છું. હે ભગવાન ! તમારું સ્વરૂપ નથી જાણતા દેવો કે દાનવ. ૧૪.

હે પુરુષોત્તમ ! હે જીવોના પિતા ! હે જીવેશ્વર ! હે દેવોના દેવ ! હે જગતના સ્વામી ! તમે પોતે જ પોતા વડે પોતાને જાણો છો. ૧૫.

જે વિભૂતિઓ વડે આ લોકોને તમે વ્યાપી રહ્યા છો તે તમારી દિવ્ય વિભૂતિઓ વડે આ લોકોને તમે વ્યાપી રહ્યા છો તે તમારી દિવ્ય વુભૂતિઓ મને કૃપા કરી પૂરેપૂરી કહો. ૧૬.

હે યોગિન ! તમારું નિત્ય ચિંતવન કરતો કરતો તમને હું કઈ રીતે ઓળખી શકું ? હે ભગવાન ! કયે કયે રૂપે મારે તમારું ચિંતવન કરવું ? ૧૭.

હે જનાર્દન ! તમારી શક્તિ અને તમારી વિભૂતિનું વર્ણન મારી પાસે વિસ્તારપૂર્વક ફરી કરો. તમારી અમૃતમય વાણી સાંભળતાં તૃપ્તિ થતી જ નથી. ૧૮.

श्रीभगवान बोल्याः:

ભલે, ત્યારે હું મારી મુખ્ય મુખ્ય દિવ્ય

૧૦૩