પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે કંઈ પણ વિભૂતિમાન, લક્ષ્મીવાન અથવા પ્રભાવશાળી છે તે તે મારા તેજના અંશથી જ થયેલું જાણ. ૪૧.

અથવા હે અર્જુન ! આ વિસ્તારપૂર્વક જાણીને તું શું કરશે ? મારા એક અંશમાત્રથી આ આખા જગતને ધારણ કરીને હું રહેલો છું. ૪૨.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'વિભૂતિ-યોગ' નામનો દસમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *
૧૦૮