પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫

संजय बोल्या :

કેશવનાં આ વચન સાંભળીને મુકુટધારી અર્જુન ધ્રૂજતા હાથ જોડી, વારંવાર નમસ્કાર કરતા, ફરી બીતા બીતા, પ્રણામ કરીને કૃષ્ણ પ્રત્યે ગદ્‍ગદ્‍ કંઠે આ પ્રમાણે બોલ્યા. ૩૫.

अर्जुन बोल्या :

હે ઋષીકેશ ! તમારું કીર્તન કરીને જગત હર્ષ પામે છે ને તમારે વિશે એને અનુરાગ ઉત્પન્ન થાય તે યોગ્ય જ છે. બીધેલા રાક્ષસો આમતેમ ભાગે છે અને સિદ્ધોનો આખો સમુદાય તમને નમસ્કાર કરે છે. (તે પણ યોગ્ય જ છે.) ૩૬.

હે મહાત્મન્ ! તમને તેઓ નમસ્કાર કાં ન કરે ? તમે બ્રહ્માથી પણ મોટા આદિકર્તા છો. હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ ! તમે અક્ષર છો, સત છો, અસત છો, અને તેથી જે પર છે તે પણ તમે જ છો. ૩૭.

તમે આદિદેવ છો. તમે પુરાણપુરુષ છો. તમે આ વિશ્વનું પરમ આશ્ર્યસ્થાન છો. તમે

૧૧૭