પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-


આ બંને વર્ગને ગીતાજીએ સ્પષ્ટ રીત કહી દીધું, “કર્મ વિના કોઈ સિદ્ધિ પામ્યા નથી. જનકાદિ પણ કર્મ વડે જ્ઞાની થયા. જો હું પણ આળસરહિત થઈ કર્મ ન કર્યા કરું તો આ લોકોનો નાશ થાય,” તો પછી લોકોને વિશે તો પૂછવું જ શું હોય ?

પણ એક તરફથી કર્મમાત્ર બંધનરૂપ છે એ નિર્વિવાદ છે. બીજી તરફથી દેહી ઇચ્છાઅનિચ્છાએ પણ કર્મ કર્યા કરે છે. શારીરિક કે માનસિક ચેષ્ટામાત્ર કર્મ છે. ત્યારે કર્મ કરતો છતાં મનુષ્ય બંધનમુક્ત કેમ રહે ? આ કોરડાનો ઉકેલ ગીતાજીએ જેવી રીતે કર્યો છે તેવો બીજા એક પણ ધર્મગ્રંથે કર્યો મારી જાણમાં નથી. ગીતા કહે છે : 'ફ્લાસક્તિ છોડો ને કર્મ કરો', 'નિરાશી થાઓ ને કર્મ કરો', 'નિષ્કામ થઈને કર્મ કરો', એ ગીતાજીનો ન ભુલાય એવો ધ્વનિ છે. કર્મ છોડે તે પડે. કર્મ કરતો છતાં તેનાં ફળ છોડે તે ચડે. ફલત્યાગ એટલે પરિણામને વિશે બેદરકારી