પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

श्री भगवान बोल्या :

નિત્ય ધ્યાન ધરતા, મારામાં મન આરોપીને જેઓ પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક મને ઉપાસે છે તેમેને હું શ્રેષ્ઠ યોગી ગણું છું. ૨.

બધી ઈન્દ્રિયોને વશમાં રાખીને, બધે સમત્વ જાળવીને જેઓ અચિંત્ય, દૃઢ, અચળ, ધીર, સર્વવ્યાપી, અવ્યક્ત, અવર્ણનીય, અવિનાશી સ્વરૂપને ઉપાસે છે તે સર્વ પ્રાણીઓના હિતમાં પરોવાયેલા મને જ પામે છે. ૩-૪.

જેમનું ચિત્ત અવ્યક્તને વિશે ચોંટેલું છે તેમને કષ્ટ વધારે છે. અવ્યક્ત ગતિને દેહધારી કષ્ટથી જ પામી શકે. ૫.

નોંધ : દેહધારી મનુષ્ય અમૂર્ત સ્વરૂપની માત્ર કલ્પના જ કરી શકે, પણ તેની પાસે અમૂર્ત સ્વરૂપને સારુ એક પણ નિશ્ચયાત્મક શબ્દ નથી તેથી તેને નિષેધાત્મક 'નેતિ' શબ્દથી સંતોષ પામવો રહ્યો. એટલે જ મૂર્તિપૂજાનો નિષેધ કરનાર પણ સૂક્ષ્મ રીતે જોતાં મૂર્તિપૂજક જ હોય છે. પુસ્તકની પૂજા કરવી, દેવળમાં જઈને પૂજા કરવી, એક જ દિશામાં મુખ રાખી પૂજા કરવી એ બધાં

૧૨૩