પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવો અભ્યાસ રાખવા પણ તું અસમર્થ હોય તો કર્મમાત્ર મને અર્પણ કર. એમ મારે નિમિત્તે કર્મ કરતો કરતો પણ તું મોક્ષ પામીશ. ૧૦.

અને જો મારે નિમિત્તે કર્મ કરવા જેટલી પણ તારી શક્તિ ન હોય તો યત્નપૂર્વક બધાં કર્મોનાં ફળનો ત્યાગ કર. ૧૧.

અભ્યાસમાર્ગ કરતાં જ્ઞાનમાર્ગ શ્રેયસ્કર છે. જ્ઞાનમાર્ગ કરતાં ધ્યાનમાર્ગ વિશેષ છે. અને ધ્યાનમાર્ગ કરતાં કર્મફલત્યાગ સરસ છે, કેમ કે એ ત્યાગને અંતે તુરત શાન્તિ જ હોય. ૧૨.

નોંધ : અભ્યાસ એટલે ચિત્તવૃત્તિનિરોધની સાધના; જ્ઞાન એટલે શ્રવણમનનાદિ; ધ્યાન એટલે ઉપાસના. આટલાને પરિણામે જો કર્મફલત્યાગ ન જોવામાં આવે તો અભ્યાસ તે અભ્યાસ નથી, જ્ઞાન તે જ્ઞાન નથી, અને ધ્યાન તે ધ્યાન નથી.

[નોંધ : ચિત્ત અશાન્ત હોય તો ધ્યાન સંભવે નહીં, અને અશાન્તિનું કારણ તો જાતજાતની ફળ-વાસના જ છે, માટે ફળત્યાગ પ્રથમ કરવો જોઈએ. એ ત્યાગ પછી ધ્યાનને આવશ્યક એવી શાન્તિ તરત મળી શકે છે. -કા૦]

૩૮

જે પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષરહિત, સર્વનો મિત્ર, દયાવાન, ક્ષમાવાન, અહંતા-મમતા-રહિત, સુખ-દુઃખને

૧૨૫