પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિશે સરખો, સદાય સંતોષી, યોગયુક્ત, ઇન્દ્રિય-નિગ્રહી, અને દૃઢ નિશ્ચય વાળો છે, તેમ જ મારે વિશે જેણે પોતાનાં બુદ્ધિ ને મન અર્પણ કર્યા છે, એવો મારો ભક્ત મને પ્રિય છે. ૧૩-૧૪.

જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા, જે લોકોથી ઉદ્વેગ નથી પામતો, જે હર્ષ, ક્રોધ, અદેખાઈ, ભયને અને વેગથી મુક્ત છે, તે મને પ્રિય છે. ૧૫.

જે ઇચ્છા-રહિત છે, પવિત્ર છે, દક્ષ એટલે સાવધાન છે, ફલપ્રાપ્તિ વિશે તટસ્થ છે, ભય કે ચિંતારહિત છે, સંકલ્પમાત્રનો જેણે ત્યાગ કર્યો છે તે મારો ભક્ત છે, તે મને પ્રિય છે. ૧૬.

જે હર્ષ પામતો નથી, જે દ્વેષ કરતો નથી, જે ચિંતા નથી કરતો, જે આશાઓ નથી બાંધતો, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, તે ભક્તિ-પરાયણ મને પ્રિય છે. ૧૭.

શત્રુ-મિત્ર, માન-અપમાન, ટાઢ-તડકો, સુખ-દુઃખ – આ બધાંને વિશે જે સમતાવાન છે, જેણે આસક્તિ છોડી છે, જે નિંદા ને સ્તુતિમાં સરખો વર્તે છે

૧૨૬