પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિવિધ છંદોમાં, જુદી જુદી રીતે ઋષિઓએ આ વિષયને બહુ ગાયો છે અને દાખલા-દલીલો વડે, નિશ્ચયવાળાં બ્રહ્મસૂચક વાક્યોમાં પણ એનું નિરૂપણ છે. ૪.

મહાભૂતો, અહંતા, બુધ્ધિ, પ્રકૃતિ, દશ ઈંદ્રિયો, એક મન, પાંચ વિષયો; ઇચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતનશક્તિ, ધૃતિ - એ તેના વિકારો સહિત ક્ષેત્ર ટૂંકામાં કહ્યું. ૫-૬.

નોંધઃ મહાભૂતો પાંચઃ પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ. અહંકાર એટલે શરીરને વિશે રહેલી અહંતા, અહંપ્રત્યય, અહંપણું. અવ્યક્ત એટલે અદ્દશ્ય રહેલી માયા, પ્રકૃતિ. દશ ઇન્દ્રિયોમાં પાંચ જ્ઞાનેન્દ્રિય - નાક,કાન, આંખ, જીભ અને ચામડી, તથા પાંચ કર્મેન્દ્રિય - હાથ, પગ, મોં અને બે ગુહ્યેન્દ્રિય. પાંચ ગોચરો એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયમા પાંચ વિષયો - સૂંઘવું, સાંભળવું, જોવું, ચાખવું અને અડવું. સંઘાત એટલે શરીરનાં તત્વોની એકબીજાની સાથે સહકાર કરવાની શક્તિ. ધૃતિ એટલે ધૈર્યરૂપી ન ડરવાનો નૈતિક ગુણ નહીં પણ આ શરીરનાં પરમાણુનો એકબીજાને વળગી રહેવાનો ગુણ. આ ગુણ અહંભાવને

૧૨૯