પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેહના સંગથી ઉત્પન્ન થતા આ ત્રણ ગુણોને તરી જઇને દેહધારી (માણસ) જન્મ, મૃત્યુ અને જરાના દુઃખમાંથી છૂટે છે અને મોક્ષ પામે છે.૨૦.

૪૩

अर्जुन बोल्याः

હે પ્રભો! આ ત્રણ ગુણોને તરી જનારો કયાં ચિહ્‍નોથી ઓળખાય છે? તેના આચાર શા હોય? અને એ ત્રણ ગુણોને તે જેવી રીતે તરે છે? ૨૧.

श्रीभगवान बोल्याः

હે પાંડવ! પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતાં જે દુઃખ નથી માનતો ને તે પ્રાપ્ત થવાથી તેની ઇચ્છા નથી કરતો, ઉદાસીનની જેમ જે સ્થિર છે, જેને ગુણો હલાવતા નથી, 'ગુણો જ પોતાનો ભાગ ભજવે છે' એમ માનીને જે સ્થિર રહે છે, વિચલિત થતો નથી, હે સુખદુઃખમાં સમતાવાન રહે છે;સ્વસ્થ રહે છે, માટીનું ઢેફું,પથ્થર ને સોનું સરખાં ગણે છે, પ્રિય અથવા

૧૪૨