પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગુણોના સ્પર્શ વડે વૃધ્ધિ પામેલી અને વિષયરુઉપી કૂંપળ વાળી તે અશ્વત્થની ડાળીઓ નીચે -ઉપર પ્રસરેલી છે; કર્મોના બંધન કરનારાં તેનાં મૂળ મનુષ્યલોકમાં નીચે ફેલાયેલાં છે.

નોંધઃ સંસારવૃક્ષનું અજ્ઞાનીની દ્રુષ્ટીવાળું આ વર્ણન છે. તેનું ઈશ્વરમાં રહેલું મૂળ તે નથી જોતો, પણ વિષયોની રમણીયતામાં મુગ્ધ રહી ત્રણે ગુણો વડે એ વૃક્ષને પોષેછે ને મનુષ્યલોકમાં કર્મપાષમાં બંધાયેલો રહે છે.

આ વૃક્ષનું યથાર્થ સ્વરુપ જોવામાં આવતું નથી. તેને અંત નથી, આદિ નથી , પાયો નથી; ખૂબ ઊંડે ગયેલા મૂળ્વાળા આ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપી બળવાન શસ્ત્રથી છેદીને મનુષ્ય આ પ્રાર્થના કરે: 'જેમાંથી સનાતનપ્રવૃતિ- માયા પ્રસરેલી છે તે આદિપુરૂષને હું શરણ જાઉં છું !' અને તે પદને શોધે કે જેને પામનારને ફરી જન્મ મરણ ના ચક્રમાં પડવું નથી પડતું. ૩-૪

નોંધઃ અસંગ એટલે અસહકાર ,વૈરાગ્ય.જ્યાં લગી મનુષ્ય વિષયોની જોડે અસહકાર નકરે, તેમનાં પ્રલોભનોથી દૂર ન રહે ત્યાં લગી તે ત્માં ખૂંચ્યા જ કરવાનો.

૧૪૭