પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને કાન, આંખ, ચામડી , જીભ, નાક તથા મનનો આશ્રય લઈને તે વિષયોને સેવે છે.

નોંધઃઅહીં વિશય શબ્દોનો અર્હ્ત બીભત્સ વિલાસ નથી, પણ્તે તે ઈન્દ્રિયોની સ્વાભાવિક ક્રિયાઓ; જેમકે આંખનો વિષય જોવું , કાનનો સાંભળ્વું, જીભનો ચખવું. આ ક્રિયાઓ વિકારવાળી, હોય ત્યારે દોષિત બીભત્સ ઠરે છે.જ્યાએ નિર્વિકાર હોયત્યારે તે નિર્દોષ છે. બાળક આંખે જોતું કે હાથે અડકતું વિકાર પામતું નથી. તેથી નીચેના શ્લોકમાં કહે છે .

( શરીરનો) ત્યાગ કરનાર અથવા તેમાં રહેનાર તેમજ ગુણોનો આશ્રય લઈ ભોગ ભોગવનાર એવા (આ અંશરુઉપી ) ઈશ્વરને મૂર્ખાઓ નથી જોતા; દિવ્યચક્ષુ જ્ઞાનીઓ જુએ છે. ૧૦

યત્નવાન યોગીજનો પોતાને વિશે રહેલા આ ઈશ્વરને જુએ છે. જ્યારે જેમણે પોતાની જાતને કેળવીજ નથી, આત્મશુધ્ધિ કરી નથી, એવા મૂઢજન યત્નકરતાં છતાં પણ એને ઓળખતાં નથી. ૧૧

નોંધઃ આંમાંને નવમાં અધ્યાયમાં દૂરાચારીને ભગવાને જે વચન આપ્યું છે તેમાં વિરોધ નથી.

અકૃતાત્મા એટલે ભક્તિ હીન , સ્વેચ્છાચારી ,દૂરાચારી .

૧૫૦