પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નમ્રપણે શ્રધ્ધાથી ઈશ્વરને જે ભજે છે તે ક્રમે ક્રમે આત્મશુધ્ધ થાયછે અને ઈશ્વરને ઓળખે છે.જે યમ-નિયમાઅદિની દરકાર ન રાખતાં કેવળ બુધ્ધિપ્રયોગ થી ઈશ્વરને ઓળખવા માંગે છે તે અચેતા - ચિત્ત વિનાના , રામ વિનાના , રામને ક્યાંથીજ ઓળખે ?

સુર્યમાં રહેલું જે તેજ આખા જગતને પ્રકાશે છે અને જે તેજ ચંદ્રમાં અને અગ્નિ રહેલું છે તે મારૂં જ છે એમ જાણ.૧૨

પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી હું પ્રાણીઓને ધારણ કરુંછું અને રસો ઉત્પન્ન કરનાર ચંદ્ર થઈ બધી વનસ્પતિઓનુ પોષણ કરું છું .૧૩

જઠરાગ્નિ બની પ્રાણીઓના દેહનો આશ્રયલઈ હું પ્રાણ અને અપાન વાયુ વડે ચારે પ્રકારનું અન્ન પચાવું છું , ૧૪

[નોંધઃ ચાર પકારાનું અન્નતે ૧) ચાવીને ખાવાનું,૨) પીવાનું, ૩) ચૂસી લેવાનું અને ૪) ચાટી જવાનું . - કા.]

હું બધાનાં હ્રદય વિશે રહેલો છું; મારા વડે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ થાય છે. બધા વેદોથી

૧૫૧