પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાણવાયોગ્ય તે હું જ , વેદોનો જાણનાર હું અને વેદાન્તનો પ્રગટાવનાર પણ હુંજ છું. ૧૫

૪૬

લોકમાં ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી એવા બે પુરુષો છે. ભૂતમાત્ર તે ક્ષર છે અને તેમાં જે સ્થિર રહેલો અંતર્યામી છે તે અક્ષર કહેવાય છે. ૧૬

આ ઉપરાંત એક બીજો ઉત્તમ પુરુષ છે. તે પરમાત્મા કહેવાય છે. એ અવ્યય ઈશ્વર ત્રણે લોકમાં પ્રવેશ કરીને તેને પોષે છે. ૧૭

કેમ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ ચું, તેથી વેદોમાં અને લોકોમાં પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું. ૧૮

હે ભારત ! મિહરહિત થઈને મને પુરુષોત્તમને આમ જે જાણે છે તે સર્વ જાણે છે ને મને પૂર્ણભાવે ભજે છે. ૧૯

૧૫૨