પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૬

દૈવસુરસંપદ્વિભાગ યોગ

આ અધ્યાયમાં દૈવી અને આસુરી સંપદ્‌નું વર્ણન છે. દૈવી સંપદ એટલે ધર્મ -વૃત્તિ ; આસુરી સંપદ એટલે અધર્મ વૃત્તિ.

૪૭

श्री भगवान बोल्या :

હે ભારત ! અભય, અંતઃકરણની શુધ્ધિ , જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠા, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ સરળતા , અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ , શાંતિ, અપૈશુન, ભૂતદયા, અલોલુપતા, મૃદુતા, મર્યાદા, અચંચળતા, તેજ ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્રોહ, નિરભિમાન – આટલા ગુણો, જે દૈવી સંપત લઈને જન્મ્યો છે તેનામાં હોય છે.૧-૨-૩.

નોંધ : દમ એટલે ઈન્દ્રિયનિગ્રહ, અપૈશુન એટલે કોઈની ચાડી નખાવી તે; અલોલુપતા એટલે લાલસી ન થવું,

૧૫૪