પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩

હે મહાબાહો! કર્મમાત્રની સિધ્ધિને વિશે સાંખ્યશાસ્ત્રમાં આ પાંચ કારણો કહ્યાં છે. તે મારી પાસેથી જાણ.૧૩.

એ પાંચ આ છેઃ ક્ષેત્ર, કર્તા, જુદાં જુદાં સાધનો, જુદી જુદી ક્રિયાઓ, અને પાંચમું દૈવ. ૧૪.

શરીર, વાચા અથવા મનથી જે કંઈ પણ કર્મ મનુષ્ય નીતિસર કરે છે તેનાં આ પાંચ કારણો હોય જ છે. ૧૫.

આમ હોવા છતાં, અસંસ્કારી બુધ્ધિને લીધે જે કેવળ પોતાને જ કર્તા માને છે તે મૂઢમતિ કંઇ સમજતો નથી. ૧૬.

જેનામાં (હું કરું છું એવો) અહંકાર્ભાવ નથી, જેની બુધ્ધિ (આસક્તિથી) મલિન નથી, તે આ જગતને હણતો છતાં નથી હણતો, નથી બંધનમાં પડતો.૧૭.

નોંધઃ ઉપર ઉપર વાંચતાં આ શ્લોક મનુષ્યને ભુલાવામાં નાખનારો છે. ગીતાના ઘણા શ્લોકો કાલ્પનિક આદર્શને અવલંબનારા છે. તેનો સચોટ નમૂનો જગતમાં ન મળે. છતાં ઉપયોગને અર્થે પણ જેમ ભૂમિતિમાં

૧૭૦