પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નોંધઃ સ્વધર્મ એટલે પોતાનું કર્તવ્ય. ગીતાશિક્ષણનું મધ્યબિંદુ કર્મફળત્યાગ છે, તે સ્વકર્મ કરતાં બીજું ઉત્તમ કર્તવ્ય શોધતાં ફળત્યાગને સ્થાન નથી રહેતું; તેથી સ્વધર્મને શ્રેષ્ઠ કહ્યો. બધા ધરમનું ફળ તેના પાલનમાં આવી જાય છે.

હે કૌંતેય! સહજ પ્રાપ્ત થયેલું કર્મ સદોષ છતાં ન છોડવું. જેમ અગ્નિ સાથે ધુમાડો રહ્યો છે, તેમ સર્વે કર્મોની સાથે દોષ રહેલ છે. ૪૮.

જેણે બધેથી આસક્તિ ખેંચી લીધી છે, જેણે કામનાઓ છોડી છે, જેણે પોતાની જાતને જીતી ઃએ તે સંન્યાસ વડે નૈષ્કર્મ્યરૂપ પરમસિધ્ધિ પામે છે. ૪૯.

હે કૌંતેય! સિધ્ધિ મળ્યા પછી મનુષ્ય બ્રહ્મને કેવી રીતે પામે છે તે મારી પાસેથી ટૂંકામાં સાંભળ. તે જ જ્ઞાનની પરાકાષ્ઠા છે. ૫૦.

જેની બુધ્ધિ શુધ્ધ થયેલ છે એવો યોગી દૄઢતાપૂર્વક પોતાની જાતને વશ કરીને,શબ્દાદિ વિષયોનો

૧૭૭