પૃષ્ઠ:Anashakti Yog.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આમ ગુહ્યથી ગુહ્ય જ્ઞાન મેં તને કહ્યું. એ બધાનો સારી રીતે વિચાર કરીને જેમ તને ઠીક લાગે તેમ કર. ૬૩.

વળી બધાથી ગુહ્ય એવું મારું પરમવચન સાંભળ. તું મને બહુ વહાલો છે તેથી હું તને મારું હિત કહીશઃ૬૪.

મારી લગની લગાડ, મારો ભક્ત થા, મારે અર્થે યજ્ઞ કર, મને નમન કર. તું મને જ પામીશ એ મારી સત્ય પ્રતિજ્ઞા છે. તું મને પ્રિય છે.૬૫.

બધા ધર્મોનો ત્યાગ કરીને એક મારું જ શરણ લે. હું તને બધાં પાપોથી મુક્ત કરીશ.શોક કરીશ મા. ૬૬.

૫૬

જે તપસ્વી નથી, જે ભકત નથી, જે સાંભળવા ઈચ્છતો નથી અને જે મારો દ્વેષ કે અદેખાઈ કરે છે તેને આ (જ્ઞાન) તારે કદી ન કહેવું.૬૭.

૧૮૦