પૃષ્ઠ:Angadvishti.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

સત્તર સહસ્ત્ર સંગીત, વિવિધ પેર વાજાં વાજે; ઘંટ ઘડિયાળાં ઘોર,ઘણાં નિશાન જ ગાજે; નવ લખ નવે હજાર, નવિન નૃત્ય કિન્નર નાચે; નાટક ચેટક નવરંગ, રાય દેખી મન રાચે; વળી દેવદુંદુભિ ગડગડે, શોભા સુરનાયકતણી; બાણું ક્રોડ સામદ સહિત, લાયક બેઠો લંકાધણી. ૬૫ પુખરાજ પ્રવાળાં પાટ, ઝ઼વેરની જ્યોત જડિયાં; ચોરાશી જોજન ચોક, મહેલ મણિમાણક મઢિયાં; જોજન સોલ સભાય, સિંહાસન શોભા સોહિયે; મધવાથી બહુ માન, મહેલ દેખી મન મોહિયે; વૈમાન દેવ વૈકુંઠનાં, શિવ આપી સમૃદ્ધિ ઘણી; બહો સમૃદ્ધ વિધ બારણે, લાયક બેઠો લંકાધણી. ૬૬ સહસ્ત્ર ક્ષોણી સૈન્ય, શોભે રાવણની સાથે; મંદરાચળ મંડાણ, હેતે ધરે એક હાથે; સાઠ લાખ સરદાર, પ્રેમદા પ્રીતે પરણી; અણવરી એંશી લાખ, વિવિધ રુપાળી વરણી; છે સાત લાખ સીત્તેર સૂત, ઈંદ્રજિત આદે અતિ; અનમી અહંકારી અંશપ્રત, રાવણ્ મોટો મહિપતિ. ૬૭ એક છત્ર ધર રાજ, પ્રતાપ પામ્યો તે પ્રોઢે; દેવ દાનવ નર નાગ, કિંકરો સહુ કર જોડે; દશ મસ્તક ભુજ વીશ, ઈશ વરદાન જ દીધું; ચૌદ ચોકડી રાજ, કબુલ એ કર્મે કીધું; કોઇ થયો નથી થાશે નહીં, બળવંત રાવણ સારખો; રામ વણ કો જિતે નહીં, પંડિત રુડે પારખ્યો; ૬૮ પાચ લાખ પરધાન, પાંચ અયુતો પાગેરી; છે દશ લાખ દિવાન, વીશ હજાર વજીરી; સામદ સોલ હજાર, લાખ બહોતેરે રાજા; મંડળિક છન્નું લાખ, મુગટધર જોદ્ધા ઝાઝા; બાણું કરોડ બેઠા રહે, આઠ જામ હરનિશ જિહાં; સામળ કહે અંગદબળ શિક, પલક એકે પહોંત્યો તિહાં. ૬૯