પૃષ્ઠ:Angadvishti.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

અં-લંકલીલા લંગૂર લખ લૂટશે, મેલ મૂરખ મન માન મટકાં ઇંદ્રજિત ઉપમા પુણ્ય પરવારિયું, ચાર દિવસતણાં ચોળ ચટકાં; દશકંધશીશ દશરથસુત છેદશે, લૂંટિ લેશે તાહરાં લાખ લટકાં; રામ પરતાપથી કામ એ તો કરું, કુંભકરણતણા ક્રોડ કટકાં. ૭૭

પ્ર-લાજ ને કાજ લોપે ક્યમ માહરી, જાહરી જોખમાં કેમ જાઉં; કેમ જાય દોઢિયે માનશું મેડિયે, મારશું ગેંડિયે પૂછ સાહું; પ્રાજે કરું પિંડ આકાશ ઉડાડિશ હું, ચંચળપણું તારું ચિત્ત ચહાઉ; પ્રતિહાર કે પશુતણી ગાળ ક્યમ સાંખુ હું, લંકપતિનું અમો લૂણ ખાઉં. ૭૮

અં-કપિવર કોપિયો લાજ લખ લોપિયો, ચોપિયો આપથી ક્રોધ કૂંડી; રણજંગ રોપિયો ચોદિશ ચોંપિયો, ભમર ચઢાવિયાં દૃષ્ટિ ભુંડી; શેલશું ખેલશું રેલસું નગરમાં, કેશ બાધામાં તે દાખું દુંડી; તારે મન અલ્યા લંકપતિ છત્રપતિ, મારે મન લંકપતિ એક લુંડી. ૭૯

દુહા. છત્રપતિ તો એક છે, રિદ્દિપતિ રઘુનાથ; એમ કહી પ્રતિહારનો, હોડે સહાયો હાથ. ૮૦

'પ્ર.- વણ આજ્ઞાએ વાંદરા, પાગ ધરે પુરમાંય; કાયા ક્રોડ કટકા કરું, રહે રહે ઉભો ત્યાંય. ૮૧

અં.-અંગદ હસીને બોલિયો, રાવણ છે બહુ દૂર; જાવાને અટકાવ ક્યમ, દશકંધની હજૂર. ૮૨

'પ્ર.-વડો મૂરખ તું વાંદરા, વડિ વડિ કરે શું વાત; પોળ બીજીએ પાઠવું, દિન ઉભો રહે સાત. ૮૩ એવી પોળો સાત છે, દિન ઉભો રે પચાશ; અરજ સુણેજો રાયજી, મનની પહોંચે આશ. ૮૪ કહાં મળવા તું આવિયો, શું લાવ્યો છે ભેટ; શું આપે છે મૂજને, વાત પહોંચાડું ઠેઠ. ૮૫ અંગદે મન વિચારિયું, મળવા ન દે આ દિશ; કોપ કરીને કર ગ્રહ્યો, રતિહાર ચઢી રીશ. ૮૬

છપ્પો. પોકારી પ્રતિહાર, ધીર ઉપર તે ધાયો; દીધી ગાળ દશ વીશ, પૂછ શત્રુનો સહાયો;