પૃષ્ઠ:Angadvishti.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

મરડતો મૂછ ને પૂંછ, ઢીંગ જઇ પોત્યો ઠેઠ; પાંત્રીશ શીશ જે પ્રાણ, ભૂપતને કરશું ભેટ; કો સાથ કરશું વાત, કો સાથ બોલજ બોલું; મુજ પરાક્રમ બળબુદ્ધ, તે કો આગળ જઈ ખોલું; વાંકાં વેણ વદ્યા વિના, એ જૂઠો જાહર નહીં જડે; અંગદ એમ વિચાર કરી, નરપતને વચને નડે. ૧૧૨

દુહો. દશકંધને દુઃખ મનાવવા, અધિપત ઓળખવા એન; ઇષ્ટ ભારી અંગદો તિહાં, વિદ્યો વિપરીત વેણ. ૧૧૩

કવિત. અં- બહોતસેં બેઠે તૈસે, દેખ જવ અંગદને; ભૂપકો હૈ રૂપ કાન, બોલ્યો ક્રોધ કરકે; લંકાપત એક સુન્યો, બાકીલી કક્ષમાંકો; માસ ખટ પાસ રહ્યો, ભાગ્યો પાઉં પરકે; દુજો કાર્તવીર્ય ઘર, બાંધ લિયો પારણેમેં; બાલકકી પીછાડીસેં, પડી ટાલ સરકેં; નંગાશીર કરે જો તો, એધાનીસેં ઓલખુંરે; લંપટ લરાક ચોર, લાયો રત્ન હરકે. ૧૧૪

સા- સામદ એક સભાકો, બોલ્યો બલ જોર આપ; ત્રિલોક સકલ માને, લંકાપત સાજકો; બોલી તું જાને નહીં. મહીપકે મુખ આગેં; જંગલી જટીલ જેસો, કાસદ કે કાજકો; તનુ ટુક ટુક કરેં, તારો અબ શાયત મેં; ગુદર્તાહોં ગુન્હો તેરો, ઇષ્ટ બલી આજકો; અકલસેં ઓળખ લે, ભૂપ રૂપ રાવનકો; નતરુ અવસાન આયો, તેરી દેહ તાજકો. ૧૧૫

ઝૂલણા છંદ. અં-બોલિયો બાળ રિતે બુદ્ધિ નિધાન ત્યાં, અંગદ કહે સાંભળો ધર્મધૂતી; કોણ રંડાએ રાવણો જનમિયો, વૃશ્ચિકી સર્પણી હરણિ કૂતી; કરકટી મર્કટી કે અજા અર્ભકી, જૂઠ જપે તે તો ખાય જૂતી; સંદેહ ભાંગો અલ્યા સેવકો માહરો, રાવણની માત તે ક્વણ હૂતી? ૧૧૬