પૃષ્ઠ:Angadvishti.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

સા-લંબ પૂછા અલ્યા લંડ લવરી કરે, મૂરખા મન ગમી મોજ માણે; કાસદા દાસડા લેખ લખી લાવિયો, નીચ નિર્માલ્ય ગુણ ગાન નાણે? ક્રોડ તેત્રીશ કર જોડી ઉભા રહે, હોડ હારે જેંકા તેડ તાણે; જશતણો રૂપ એ ભૂપ ભૂમંડળે, લંકપતને ત્રણ લોક જાણે. ૧૧૭ અં-ઓળખાવ અજાણ અલ્પ બુદ્ધ અધિપતિને, તોલ કે પાડ માનીશ તારો; ગાળ ટુંકાર તારો નહી સાંખીએ, પાંત્રિશ ત્યમ તારો જાણ વારો; રિદ્ધિ રાવણ તણી પુણ્ય પરવારિયું, આવી રહ્યો એહનો આયુઆરો; દશકંધ એ અંધ એ ધંધ ધાયે ઘણો, ચિત્તમાં ચેત એ ચોર મારો. ૧૧૮ સા-ઉંઘકર્મા અલ્યા અભાગિયા વાનરા, ચેતરે ચેત ચોપક્ષ ચિત્તે; કોણ ગજું તાહરું કિંકરા કાસદા, બોલી ન જાણે નરપતી નીતે; પાગ તું લાગ પરણામ કર જોડીને, પામીશ લહાણ પુરપત પ્રતે; રાજ મહારાજ રાજેંદ્રનો રાજીઓ, રાજ સભાતની બોલ રીતે. ૧૧૯

છપ્પા. અં-'રામચંદ્રની નાર, સિતા સતિ માત મોરી; દૈત્ય દાનવ કો દુષ્ટ, ચંટાળ કરી લાવ્યો ચોરી; દયાનિધિ દાતાર, ધર્મ હજુ મનમાં ધારે; પાછી આપે જો સીત, તો એને નવ મારે; નહિતર દેશ દેહવટ કરે, એવી આજ્ઞા આપી મુને; ચતુર હોય તો ચેતજે, ચેતાવા આવ્યો તુંને. ૧૨૦

સા-મરદ મુંછાળો વીર, રામની રામા લાવ્યો; શૂર પૂર દૃઢ ધીર, ક્રોડ કંદર્પવત્ કહાવ્યો; દશકંધ નામ દરિયાવ, તરવાર તાતી ત્રિલોકે; જોર હોય તો જુઓ, સિતા મૂકી અશોકે; પાછી લેતામાં પ્રીછશો, અદકું બોલે અનર્થ થશે; લાડ કરંતા આવો છો લંકમાં, જરૂર જીવ સહુના જશે. ૧૨૧

દુહા. અં-જનની કુણ રાવણતણી, બહુ ઉપજાવ્યા બાળ; જાત શ્વાન કે શૂકરી, ભુંડણ કે શિયાળ; ૧૨૨ કે વીંછણ કે નાગણી, કે કરકટની નાર; કે અજા એ કોણ છે, બોલો નહીં ગમાર. ૧૨૩