પૃષ્ઠ:Angadvishti.pdf/૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

દુહો. નિર્મળ નજર નિશ્ચળ કરી, ચાતુર નર ચિત્ત ચહાય; પ્રીછ્યો અંગદ પેર પ્રિય, પ્રીતે પ્રણમ્યો પાય. રાજ મુને શી આગન્યા, હુકમ ચડાવું શીશ; વાત તમારા મનતણી, ધારી મેં જગદીશ.

કાવ્ય છંદ. અંગદકું કહે રામ, કામ કરનેકું જાઓ; રાવનસેં કર બાત, વિષ્ટિ કર બેગે આઓ. જ્યૌં બાઢે નહિ બેર, પેર ઐસી તુમ કીજે; રાજ કરો ગઢલંક, સીત લછમનકું દીજે. તકસિર બકસિર તોય, કોય નહિ બેર હમારે; ઐસી કર લે આજ, ચિત્ત જ્યોં ચાહ તુમારે.

છપય. નતરુ ચઢે કપિરાજ, લાજ લોપે ગઢ ભેલે; જહં સુખસેજા ઠામ, ગામમેં બંદર ખેલે; બંશ વિપ્રકો તંન, મનસુ રાઢ ન સાંધે, નતરુ હર સબ જોર, ચોર કર પલમેં બાંધે. પુનિ રાવનકું રીઝાવ લ્યો, કહો સીત દેવે સહી; સામળ કહે ઐસી બાતમેં, રોષ દોષ દેવે નહીં.

દુહા. અં-કહે અંગદ કર જોરકે, નિર્ગુનસો કહા નેહ; કહા અગર ખર કાકકું, જૈસા ઊખર મેહ. રામ-સ્વભાવ યહ સત બાતકો, અકલ બડીકો અંક; રામ કહે આપનો પ્રિછે, બડા ન કાઢે બંક.

છપય. કહા કપૂત કું ધંન, મન કહા મૂરખા સંગા; કહા કાકકું કનક, કહા ગર્દભકું ગંગા; કહા ખરકું અગર, કહા નિર્ગુનસોં નેહા; કહા સુત્તકી સેવ, કહા ગરુની બિન ગેહા. પુનિ કહા બહેરેશું ગાન, કહા ચોરસોં ચાતરી; કહા રાવનસું રીઝબન, જૈસા દેવ ઐસી પાતરી.