પૃષ્ઠ:Angadvishti.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

રાવણ-અધિક બોલે ક્યમ અંગદા, જાંબુવાન તે કોણ; નથી દીઠો નથી સાંભળ્યો, ક્યમ પેદા થયો ઓણ. ૧૩૯

છપ્પો. અં-જોબનવંત જશવંત, અધિક પરાક્રમ આપે; કરે સુગ્રીવ જે રાજ, તેહ એને પરતાપે; નલ નીલ જેનાં નામ, તેહ કિંકર છે જેના; અઢાર પદ્મનો પ્રધાન, તોલ ત્રહો પક્ષે તેના; જિતે જાંબુવાનને, સરજ્યો નથી કોઇ સૃષ્ટમાં; સામળ કહે અધિક પરાક્રમી, નથી વર્ષ્યા કોઇ વૃષ્ટમાં. ૧૪૦

દુહો. રાવણ-નલ વાનર તે કોણ નર, વાનર કરે વખાણ; નીચ ઉપમા કરે ઊંચ તું, અંગદ નામ અજાણ. ૧૪૧

છપ્પો. 'અં-નલ વાનર નર તેહ, હોડ કરી તે હાર્યા; નલ વાનર નર તેહ, પાણ પાણી પર તાર્યા; નલ વાનર નર તેહ, સાગર ખાબડ કીધો; નલ વાનર નર તેહ, પયોધિ પયવત પીધો; જળ ઉપર જેણે સ્થળ કર્યો, વિકટ વાટ જળવંકમાં; સામળ કહે નર તે નીલ નલ, લશ્કર લાવ્યો લંકમાં. ૧૪૨

દુહો. રાવણ-કિંકર ઉપમા સિદ કરે, નીચ જાત કોણ નીલ; મારે મન તો પિપીલિકા, તારે મન તો ફીલ. ૧૪૩

કવિત. અં-સહસ્ત્રાર્જુન સુર બડો, નવ ખંડકો નરેંદ્ર; જાકે દરબાર ઠાઢો, રાવન તું રહ્યોહે; રમાડ્યો જમાડ્યો રીત, પશુ જાન પ્રીત કીની; દીની શીખ દોડ આયો, લછન સબ લહ્યો હે; એક દીસ નીલ ગયો, નરેન્દ્રકે નગરમેં; પકરી પૂરપતિકું, આકાશ બીર બહ્યો હે; જોરકે પ્રનામ કિયો, નીલમનિ ભેટ દિયો; લિયો જશ ઘેર આયો, નીલ નામ કહ્યો હે. ૧૪૪