પૃષ્ઠ:Angadvishti.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

કવિત. રાવણ-અર્ણવકો નીર આટે, કનકકો દુર્ગ કોટ; ખોટ એકે નહીં લંક, દેખનેકી જાત્ર હૈં; ઓલગ કરત ઈંદ્ર, અહર્નિશ દશ દીશ; ભુજ બીશ ઇશ ધીશ, પૂજવેકો પ્રાત્રહૈ; સામલકે સદા જોર, સાત લાખ પુત્ર કોર; તોર ટેક દેખ મેરો, પ્રૌઢ ગુન ગાત્ર હૈ; બાલ સૂત બાલ કેરે, ઉતારું અંકાર તેરે; મેરે આગુ રામ લક્ષ્મન, માનવી કુન માત્ર હૈં. ૧૯૯ અંગદ- રઘુવંશી રઘુપત, નિર્મળહેં જાકી મત; સેનાપત સુગ્રીવ જેસેં, જુક્ત જોડ જોડ હૈં; શુભકે સુભટ સિન્ધુ, લક્ષ્મનકે બાંય બંધુ; ઈંદુપત અજોધાકે, બંદી છોડ છોડ હૈં; સેવકકું સાધારન, દુષ્ટનકું નિવારન; તારક કવિ સામલકો, હિત હોડ હોડ હૈં; પતિતકો પાવન ગુની, જય જશ ગાવત; રાવન જેસેં રામ અંગે, રામ ક્રોડ કોડ હૈં. ૨૦૦

છપ્પા. રાવણ-દશે શીશ ભુજ વીશ, ઈશનો આદ્ય ઉપાસી; ધરે છત્ર શિર ચંદ્ર, ઇંદ્ર ઘેર ખાસ ખવાસી; વરુણ ભરે નિત નીર, વીર કુંભકર્ણ અભીતો; અગ્નિ નિપાવે અન્ન, તન જેણે શક્રકું જિત્યો; બ્રહ્મા ભણે ઘેર વેદ, ખેદ કરે નહીં કોઇ; વિષ્ણુ માને શરમ, કરમ જોરાવર હોઇ; રછપતિ જમરાય, વાયુ મુજ મહેલ સમારે; નવગ્રહ કરે સબ સેવ, દેવ જુદ્ધસેં હારે; કહે સામળ સમૃદ્ધ ઘણી, શશિલંક ઘેર ગામડાં; રાવન કહે અંગદ સુનો, કોન માત્ર હેં રામડા. ૨૦૧ અંગદ-મનિકે આગે મોહોર, મેર આગું જ્યૌં કંકર; રાયકે આગું રંક, લંક આગું જ્યૌં છપર;