પૃષ્ઠ:Angadvishti.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

આયુશનો આરો તારો, પામ્યો પાર પાર પાર;

રામચંદ્ર રાજ રુઠ્યો, કામી તારો કાળ ખુટ્યો; લંકાસરખી લાખ તારી, લૂટું લાખ લાખ વાર. ૨૨૮

છપ્પા. રાવણ-રામના દંતમાં દેઈ, સિતાજી હું હરી લાવ્યો; રોતો ફરતો રાન, દશ માસે અહિં આવ્યો; પામરકેરી પેર, ભીખારી ભાવે ભમતો; માંકડ કુકડમાંય, રહ્યો રાજી થઇ રમતો; મરદ મૂછાળા પાસથી, કઠણ લેવી છે કામિની; જાઓ જાઓ મૂકું જીવતા, જરૂર આજની જામિની. ૩૨૯ અંગદ-મરદ મૂછાળો હોય, તેહ શિદ થાય ભિખારી; નરપતિ હોય નરેંદ્ર, ચોરે તે કાં પરનારી; સામદ હોયે શૂર, રિદ્ધિપતિ રાવ કે રાણા; તે શિદ પાડે બુમ, કાર્મુકે કર ચંપાણા; ઉંચા અધર્મ નવ આચરે, ભુંડા બોલે ભાંડમાં; તોલ ઘટે તુંને મારતાં, રામને મન તું રાંડમાં. ૨૩૦ રાવણ-સાત લાખ છે પુત્ર, એક મારે શું થાશે; લાખ એંશી હજાર, જામાત્ર પ્રૌઢા છે પાસે; એક વિભીષણ ભ્રાત, ભૂર ભૂંડો થઇ ભાગ્યો; જ્યમ ચુડેલનો પાગ, પટ આખે એક ધાગો; લંગુર મૂઢ લવરી કરે, મમત ન મૂકે મનમાં; કાસદ કિંકર ક્યમ મારિયે, તોલ વિચારું તનમાં.

ઝૂલણા છંદ. અંગદ-કુંવર લાખ તારાકેરી કામિનિ કરું, વાંઝણી એટલી ધીર ધારું; શ્યામા સાઠ લક્ષ તરુણ ધર તાહરે, ગર્ભ ગાળું રડે તુજ સારુ; ક્રોડ બળવંતનો અંત આણું અલ્યા, હોડ હઠ કોડથી નવ્ય હારું; રામ રજઅંશ એ પુણ્ય પ્રશંસ, કરું હુંય નિર્વંશ એ નગ્ર તારું. રાવણ-માંકડાં રાંકડાં જા ઘેર જીવતો, વાંકડા ફાંકડા બોલ કેવા ? કાયાતણા કટકડા કોડ કરાવશે, વનચરા પાસથી લાણ લેવા; મૂખતણા મટકડા ભાવ ભૂલી જશો, ચટકડા સેવશો સિદ્ધ સેવા; લટકતાં શીશ રેશે ધડ જુજવાં, રામ નહીં આવશે હાથ દેવા.