પૃષ્ઠ:Angadvishti.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

ત્રણ દેવ ત્રણ ભોમ, ત્રણ નાદ ત્રણ વેદ; ત્રણ કાળ ત્રણ રૂપ, અલખ એ આપ છે; સામળ કહે અહનિશ, પુણ્યવંત રામ જપે; રામ જેને નહિ હૃદે,તેનાં પૂર્ણ પાપ છે. ૨૭ રાવણ - રામ જપ રામ ભજ, રામ સાથે સ્નેહ કર; રામજીને રીઝવીને, રામ રાખ્ય મનમાં; રામ કેરું કર કામ, રામ કેરે વશ ધામ; રામ રામ રાતે કહે, રામ કહે દનમાં; રામ પેં મરાવ્યો તાત, રામ સાથે કરી વાત; જાત જશે રામ કેતાં, તેહ લાભ તનમાં; બધો ભાવ રામ કહ્યો, અંગદ શું ન્યાલ થયો; બીલાં કોઠાં વીણી ખાઇ, વશે જઇ વનમાં ૨૭ અંગદ - કોટિ કોટિ ઇંદ્રપદ, કોટિક કૈલાસ સૂખ; કોટિ રવિ તેજ જેહ, બુદ્ધ લેહેર ધામમાં; કોટિ કોટિ વેદવાણ, કોટિ ચિતામણી ખાણ ; કોટિક્ કલ્યાણ વિધ, વૈકુંઠના વામમાં; કોટિ કોટિ કામધેન, કોટિ કલ્પવૃક્ષ ફળ; કોટિક અમૃત અંત, કરુણા એ કામમાં; કોટિ જપ કોટિ તપ, કોટિ તિર્થ કોટિ દાન; સામળ કહે સર્વ સુખ, વસે રામ નામમાં. રાવણ - જેને મન જેશું નેહ, તેને મન મોટો તેહ; એહ તારે દિલ વસ્યું, ચિત્ત ચોટ ચાખ્યું છે; પૂજ્ય પાદ પાગે લાગ્ય, તેહ પાસે વર માગ્ય; જાઓ માગી ખાઓ સર્વ, ભાગ્ય એહ ભાંગ્યું છે; કહે લાખ લાખ વાર, મારું હૃદે રહે ઠાર; ભાગ્યું મન ભાર કહેતે, હૃદે માંહે રાખ્યું છે; પ્રીછે મન માંહે પેર, ગુણ જાણે ઘેર ઘેર; જન્મ જન્મ વેર રામ, રાવણને લખ્યું છે. ૨૭

છપ્પા. રાવણે પૂજ્યા ઈશ, ત્યારે એ અજિત કહાવ્યો; રાવણે પૂજ્યા ઈશ, ત્યારે સીતા એ લાવ્યો;