પૃષ્ઠ:Angadvishti.pdf/૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

કહો તો સાઠ લાખ, કામનિકે કેશ ગ્રહું; કહો તો નગર ઝઘર, નિર્બંશ કરું નેકમેં; કહો તો દશકંધકે, દશકંધકું નિકંદ કરું; કહો તો કર બીસકે, ચાળીસ કરું ટેકમેં; કહોતો લંક અંકભરી, નાખુંહો નિસંક નીર; પાઉં હુકમ લાઉં સીત, આઉં ઘડી એકમેં. ૩૩

દુહો. રામ- ડાપણ છે દશ કોટિધા, અંગદ તુજમાં એન; એ વિદ્યાએ વિષ્ટિ કરો, ચિત્ત ચતુરાઇ ચ્હેન. ૩૪

સોરઠો. અં-અંગદ કહે મહારાજ, ક્ષમા કરો મોયે બંકકું; બિશ્વપતિકો બચન, કા કહું રાવન રંકકું. ૩૫

દુહો. રામ- બેર બેર મેં કા કહું, અંગદ તુજસેં આપ; ગુન્હો તકસિર દશકંધકો, મેલ કરો તુમ માફ. ૩૬


ઝૂલના છંદ. અં-ઘોડલા જોડલા ટોડલા એહના, પોળિયા પોળ પરચંડ પાળ; મેડિયાં ડેરિયાં માળિયાં જાળિયાં, રાવણા કેરલા રખવાળ; રોળિયે ઢોળિયે નીરમાં બોળિયે, ચોળિયે એહના ચિત્ત ચાળા પ્રતાપ એ નામનો હુકમ હોય રામનો, લંકાબાળી કરું સ્તંભકાળા. ૩૭

દુહો. રામ-લંક બાળવી નવ પડે, રૈયત નવ લૂંટાય; શત ગાયોના શિંગડાં, તેથી ટાઢાં થાય. ૩૮

છપય. રામ-કહો તો ઉદયાચળ ઈંદ્ર, સહિત અસ્તાચળ ઓપું; કહો તો મેરું મંડાણ, રીત પ્રાચીદિશ રોપું; કહો તો ભૂ બ્રહ્માંડ, તોલ તરતીબે તોળું; કહો તો લંક પરલંક, બહુ જલનિધમાં બોળું; રજ માત્ર સેવક હું રામનો, ક્યમ જાઉં કાસદ કારણે; સિંહની વાત શિયાળવાં ધરે, બને ન બહુ સ્તુત બારણે. ૩૯